IPL 2024ની દુબઈમાં યોજાયેલ મિની ઓક્સનાં અગાઉની તમામ હરાજીનો રેકોર્ડ તૂટી ગયા છે. IPLની સૌથી મોટી બોલી ઓસ્ટ્રેલિયન બોલરોના નામે છે. આ મિનિ ઓક્શનમાં મિચેલ સ્ટાર્કને 24.75 કરોડ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યો હતો. મિચેલ સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રેસ લાગી હતી. અંતે કોલકાતા નાઇટ રાઇડર્સે બાજી મારી લીધી હતી.
આ જ ઓક્શનાં પેટ કમિન્સે સૌથી પહેલા 20 કરોડનો આંક પાર કર્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદે આખરે પેટ કમિંસને 20.50 કરોડમાં ખરીદ્યો છે. ઓસ્ટ્રેલિયાને બે ICC ટુર્નામેન્ટ જીતાડી છે. વર્લ્ડ ટેસ્ટ ફાઈનલ 2023નો વિજેતા કેપ્ટન પેટ કમિન્સ હતો. હાલમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલનો વિજેતા પણ પેટ કમિન્સ હતો. મિચેલ સ્ટાર્કે પણ ટીમને જીતાડવામાં મોટી ભૂમિકા ભજવી હતી.પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો હતો.
ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. સનરાઈઝર્સ હૈદરાબાદની સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પણ કમિન્સ માટે બોલી લગાવી હતી. પરંતુ અંતે સનરાઈઝર્સ હૈદરાબાદે આખરે બાજી મારી હતી. આઈપીએલ ઈતિહાસના બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પેટ કમિન્સે હાલમાં જ ભારતમાં રમાયેલ ODI વર્લ્ડ કપમાં તેની કેપ્ટનશિપ હેઠળ ઓસ્ટ્રેલિયાને ટાઈટલ અપાવ્યું હતું. પેટ કમિન્સની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી.
સેમ કરન (રૂ. 18.50 કરોડ): ઇંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરન IPLની હરાજીમાં વેચાયેલો સૌથી મોંઘો ખેલાડી હતો. કરણ આઈપીએલ 2023ની હરાજીમાં ઈતિહાસ રચ્યો હતો. આ ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને પંજાબ કિંગ્સ (PBKS) ફ્રેન્ચાઇઝીએ 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કરન હાલમાં પંજાબ કિંગ્સનો ભાગ છે. સેમ કરન હવે બીજા નંબરનો મોંઘો ખેલાડી બન્યો છે.
હર્ષલ પટેલ સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો છવાયો : પંજાબે 11.75 કરોડ રૂપિયા ખરીદ્યો
ઇન્ડિયન પ્રીમિયર લીગ – IPL ની 17મી સિઝનનું ઓક્શન દુબઈમાં યોજાયું જેમાં એક તરફ વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો હતો ત્યારે ગુજરાતના એક માત્ર ખેલાડી મિની ઓક્શનમાં છવાયો હતો. હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સની ટીમે ખરીદ્યો હતો. જેના પગલે આ ઓક્શનમાં તે સૌથી મોંઘો ભારતીય ખેલાડી બન્યો હતો. આઈપીએલની ગત સિઝનમાં હર્ષલ પટેલ બેંગ્લોરની ટીમનો હિસ્સો હતો. જોકે, તેણે IPLની 17મી સિઝન માટે રિલીઝ કરી દીધો હતો.
હર્ષલ પટેલની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. હર્ષલ પટેલને પોતાની ટીમમાં સામેલ કરવા માટે પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થઈ હતી. અંતે 11.75 કરોડ રૂપિયામાં પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને ખરીદ્યો હતો.






