Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં મારી પાસે રહેવા ઘર જ નથી – મહુઆ મોઇત્રા

સરકારી આવાસ ખાલી કરવાના આદેશ સામે મોઇત્રા હાઇ કોર્ટના દરવાજે

dharmendravaghela by dharmendravaghela
2023-12-20 11:55:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

લોકસભામાંથી હાલમાં જ હાંકી કાઢવામાં આવેલ તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાએ સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ રદ કરવામાં આવે અને ૭ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી ઘર ખાલી કરવાના આદેશને પડકારતા સોમવારે દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમની અરજી અંગે મંગળવારે સુનવણી થાય તેવી શક્યતાઓ છે.
મહુઆ મોઇત્રા દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ડાયરેક્ટરેટ ઓફ એસ્ટેટ્સના ૧૧મી ડિસેમ્બરના આદેશને રદ કરવામાં આવે, અથવા તો ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવે ત્યાં સુધી સરકારી આવાસમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે મહુઆ મોઇત્રાને અનૈતિક આચરણ માટે દોષી સાબિત કરવામાં આવ્યાં છે અને ૮ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ મહુઆ મોઇત્રાને ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી કથિત રીતે ઉપહારો સ્વાકારવા અને એમની સાથે સંસદની વેબસાઇટનું પોતાનું યુઝર આઇડી અને પાસવર્ડ શેર કરવા બાબતે લોકસભામાંથી હાંકી કાઢાવામાં આવ્યાં છે.
મોઇત્રાએ અરજીમાં જણાવ્યું છે કે તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પશ્ર્ચિમ બંગાળના કૃષ્ણનગરમાંથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયાં છે. અને તેમના પક્ષે આગામી લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માટે પણ કૃષ્ણનગરથી જ ઉમેદવાર તરીકે પસંદ કયાર્ં છે. વધુમાં તેમણે કહ્યું છે કે, લોકસભામાંથી કાઢવાથી તેઓ ચૂંટણી માટે અયોગ્ય છે એ સાબિત નથી કરતું. તેથી તેઓ ફરીથી ચૂંટણી લડશે. અને તેમને તેમની એનર્જી અને સમય તેમના મતદારો પર ખર્ચ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે તેઓ દિલ્હીમાં એકલા રહે છે અને અહીં એમની પાસે કોઇ અન્ય ઘર કે કોઇ પણ વૈકલ્પીક વ્યવસ્થા નથી. જો તેમને સરકારી આવાસમાંથી બેદખલ કરવામાં આવે તો તેમને નવા આવાસની વ્યવસ્થા કરવી પડશે. જેને કારણે તેમના પર મોટો આર્થિક ભાર પડશે. તેથી તેના વિકલ્પમાં અરજી કરનાર વિનંતી કરે છે કે તેમને ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામો આવે ત્યાં સુધી તેમના વર્તમાન ઘરમાં રહેવાની પરવાનગી આપવામાં આવે.

Tags: high courtmahua moitrano home in delhi
Previous Post

જીએસટીએટીના પ્રમુખ અને સભ્યની વયમર્યાદા વધારવાને મંજૂરી

Next Post

‘ઈન્ડિયા’ના વડા પ્રધાનના ચહેરા તરીકે ખડગે !

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
‘ઈન્ડિયા’ના વડા પ્રધાનના ચહેરા તરીકે ખડગે !

'ઈન્ડિયા'ના વડા પ્રધાનના ચહેરા તરીકે ખડગે !

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Razorpay, Cashfree પરનો પ્રતિબંધ હટાવ્યો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ Razorpay, Cashfree પરનો પ્રતિબંધ હટાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.