દેશની અદાલતોમાં ન્યાય મેળવવામાં વર્ષોના વર્ષો અરજદારના નીકળી જતા હોય છે, અદાલતોમાં કરોડો કેસો પેન્ડીંગ છે, આ પરીસ્થિતિ માટે જજોની કમી જવાબદાર ગણાવાય છે, હવે એ ખુલાસો બહાર આવ્યા છે કે દેશની અદાલતોમાં માત્ર જનોની કમી નથી પણ મોટા પ્રમાણમાં કોર્ટ રૂમ (અદાલત કક્ષ), જજોને રહેવા માટે ઘટ, સહાયક કર્મચારીઓ અને અન્ય સંસાધનોની પણ કમી છે.
આ સ્થિતિ માત્ર જિલ્લા અદાલતોમાં જ નહીં, પણ વિભિન્ન હાઈકોર્ટોમાં પણ છે. મહારાષ્ટ્રને બાદ કરતા દિલ્હી, ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ સહિત દરેક રાજયોમાં આ સ્થિતિ છે. હાલ દેશની અદાલતોમાં પાંચ કરોડથી વધુ કેસો પેન્ડીંગ છે. સુપ્રીમ કોર્ટના સંશોધન અને યોજના વિભાગ દ્વારા તૈયાર રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર દેશભરની જિલ્લા અદાલતોમાં 5 હજારથી વધુ જજની જગ્યા ખાલી છે. જયારે 4500 કોર્ટરૂમ અને 75 હજારથી વધુ સહાયક કર્મીઓની જગ્યા ખાલી છે.
જિલ્લા ન્યાયપાલિકાઓમાં માત્ર 36 ટકા મહિલા જજ છે. જો કે હવે મહિલા જજની ભાગીદારી વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જજો માટે સરકારી આવાસ નથી. આ ત્રણ રાજયોમાં જજ માટે 61 ટકા આવાસની ઘટ છે.