વલસાડમાં એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્ની અને 11 વર્ષની પુત્રીને નદીમાં ફેંકીને હત્યા કરી હતી અને પછી પોતે નદીમાં કૂદીને આપઘાતનો કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેને બચાવી લીધો હતો. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. ઉમરગામ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી વિજય પાંડે (45) બુધવારે હમરાન ગામ નજીક વરોલી નદી પરના પુલ નીચે એક થાંભલા પર જોવા મળ્યો હતો.
અધિકારીના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેણે વાઈથી પીડિત તેની પત્ની અને તેની માનસિક રીતે બીમાર પુત્રીને નદીમાં ધકેલી દીધી, જેના કારણે તેમનું મૃત્યુ થયું. ઉમરગામ શહેરના રહેવાસી આરોપીએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે, તે, તેની પત્ની અને પુત્રી બુધવારે બપોરે એક શિવ મંદિરમાં પૂજા કરવા ગયા હતા અને બાદમાં એક પુલ પરથી નદી જોવા ગયા હતા, જ્યાં તેણે તેમને ધક્કો માર્યો હતો. નદીમાં પડી જવાથી તેમનું મૃત્યુ થયું. તેણે કહ્યું કે આ પછી તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે એક થાંભલાને પકડીને બચી ગયો. એક અધિકારીએ જણાવ્યું કે પોલીસે પાંડેની ધરપકડ કરી લીધી છે.
તેણે ખુલાસો કર્યો હતો કે તેણે તેઓને નદીમાં ધકેલી દીધા હતા કારણ કે તે તેની વાથી પીડિત પત્ની અને તેની માનસિક રીતે બીમાર પુત્રીની સંભાળ લેવાથી કંટાળી ગયો હતો. અધિકારીએ કહ્યું કે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.