રાજ્યમાં ડી ટુ ડી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ મેળવવા કોમન એન્ટ્રેન્સ ટેસ્ટનું ફોર્મેટ અમલી કરાયું છે અને તેનો અભ્યાસક્રમ પણ જાહેર કરાયો છે જે અભ્યાસક્રમમાં ફિઝીકલ, કેમેસ્ટ્રી, મેથેમેટીક્સ, ઇંગ્લીશ એમ ચાર વિષયોના ૫૦-૫૦ માર્કસના પ્રશ્નોનો સમાવેશ કરાયો છે ત્યારે ડિપ્લોમાંના ત્રણ વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીને આ ચાર પૈકીના વિષયો ભણવામાં જ ન આવતા હોય તેવી બ્રાંચના વિદ્યાર્થીઓને આ કોમન પરીક્ષા પાસ કરી મેરીટ મેળવવું કપરૂ થઈ પડે એમ હોય જ્યારે ડિપ્લોમાના જે તે બ્રાંચને લગત પ્રશ્નોની બાદબાકી થતા ત્રણ વર્ષનો કરેલ અભ્યાસ કેટલો ઉપયોગી સાબીત થશે તેવા પ્રશ્નો વિદ્યાર્થી વાલીઓને મુંઝવી રહ્યા છે.
જાેકે એન્જિનીયરીંગ ક્ષેત્રે અભ્યાસ માટે ધો-૧૨ પછી સીધી ડિગ્રીમાં પ્રવેશ મેળવવા ગુજકેટ પરીક્ષા લેવાય છે. જ્યારે ધો-૧૦ પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ મેળવ્યા બાદ ત્રણ વર્ષના અંતે ડિગ્રીમાં પ્રવેશ મેળવવા નવી શિક્ષણ નીતિ મુજબ કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાનું જાહેર કરાયું છે અને તાજેતરમાં આ પરીક્ષાનો અભ્યાસક્રમ પણ જાહેર કરાયો છે જેમાં કુલ ૧૦૦-૧૦૦ માર્કના બે પેપર લેવામાં આવનાર છે જેમાં ફિઝીક્સ, કેમેસ્ટ્રી મેથેમેટીક્સ અને ઇંગ્લીશ વિષયનો સમાવેશ કરી ૫૦-૫૦ માર્કસની ફાળવણી કરાઈ છે ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ડિપ્લોમાના ત્રણ વર્ષ જે વિદ્યાર્થી જે-તે બ્રાંચનો અભ્યાસ કર્યો છે, તેને સંલગ્ન પ્રશ્નોની કોમન એક્ઝામમાંથી બાદબાકી કરવામાં આવી છે ત્યારે કેટલીક બ્રાંચમાં ઉક્ત ચાર વિષયમાંથી અમુક વિષય ભણવાના જ આવતા ન હોય ત્યારે તે જવાબો કઈ રીતે આપવા તેવી વિટંબણામાં વિદ્યાર્થી મુંઝાઈ રહ્યા છે.
ડી ટુ ડી કોમન એન્ટ્રેન્સમાં અગાઉ ત્રણ વર્ષ ભણી ચુકેલ જે-તે બ્રાંચને સંલગ્ન પ્રશ્નોને પણ સ્થાન આપી બ્રાંચ વાઈઝ એન્ટ્રેન્સ ટેસ્ટ લેવાય તેવો પણ એક સુર વાલીઓમાં ઉઠવા પામ્યો છે જેથી વિદ્યાર્થી પોતાની સ્કીલ પ્રમાણે પર્ફોમન્સ કરી શકે. આ ઉપરાંત જાે આ જ સિલેબસ અપનાવાય તો સ્કોર કરનારી બ્રાંચોની ડિગ્રીની રીઝર્વ ૧૦ ટકા સીટો તો ભરાઇ જાય પણ જે બ્રાંચમાં ડિપ્લોમા કરેલ વિદ્યાર્થીને પોતાની જ બ્રાંચમાં ડિગ્રીનું એડમીશન ન પણ મળે અને ડીગ્રી અન્ય બ્રાંચમાં કરવાનો વારો આવી શકે છે જેથી જે તે બ્રાંચને સંલગ્ન પ્રશ્નોનું માળખુ પણ ડિગ્રી એન્ટ્રેન્સ ટેસ્ટમાં ગોઠવાય તેમજ ડિપ્લોમામાં જે બ્રાંચમાં કરેલ હોય તે જ બ્રાંચમાં ડિગ્રીમાં પ્રવેશ મળે તે બાબતને પણ પ્રાધાન્ય આપવા માંગણી ઉઠવા પામી છે.