ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવવાની છે.જો કે, આજે કેબિનેટ બેઠક સાંજે ચાર વાગ્યે મળશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ પ્રવાસે હોવાથી આજે સાંજે કેબિનેટ યોજવામાં આવશે.કેબિનેટ બેઠકમાં કોરોનાના વધતા કેસ અને આરોગ્ય વિભાગની તૈયારીઓ પર ચર્ચા થશે.
આ ઉપરાંત વાઈબ્રન્ટ સમિટને લઈને પણ બેઠકમાં ચર્ચા થશે.આ સાથે જ રાજ્યની વર્તમાન પરિસ્થિતિ પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. કેબિનેટ બેઠકમાં 31 ડિસેમ્બરનીની ઉજવણી ના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ મામલે ચર્ચા કરવામાં આવશે, આ સિવાય કેબિનેટ બેઠકમાં ગિફ્ટ સીટી ના દારૂ પરમીટ મામલે ચર્ચા કરવામાં આવશે, આગમી બજેટ સ્ત્ર સહિત રાજ્ય સરકારના મહત્ત્વ પ્રોજેકટ મામલે કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. તો બીજી તરફ કેબિનેટ બેઠકમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ મામલે ચર્ચા થઈ શકે તેમ છે. દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ફરીથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે.