ગુજરાતમાંથી છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સામે આવી રહ્યા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે, અમદાવાદમાં લાંબા સમય બાદ કોરોનાથી દર્દીનું મોત થયાના સમાચાર આવ્યા છે. અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. જોકે, વૃદ્ધા એક કરતા વધુ બીમારીથી પીડિત હતા.
અમદાવાદ શહેરમાં વધુ બે કોરોનાનાં કેસ નોંધાયા છે. જે શહેરનાં સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. જેમાં એક મહિલા અને એક પુરુષનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બંન્ને દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. નવા કેસો સામે આવતા રાજ્યનું આરોગ્યતંત્ર પણ સતર્ક બન્યું છે.