જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે, લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવાયો છે
જેટકો ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય લેવાયો છે. અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે. સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે નવા ઉમેદવારોએ પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે. પોલ ટેસ્ટ પાસ કર્યા બાદ નવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે.
આ પરીક્ષામાં જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય. અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો. હાલ વિવાદ બાદ પોલ ટેસ્ટના આયોજનમાં નવા ઉમેદવારોનો પહેલા પોલ ટેસ્ટ લેવાશે. જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે.