ફૂડ ડિલવરી પ્લેટફોર્મ ઝોમાટોને જીએસટી તરફથી 400 કરોડ કરતાં પણ વધુની કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે. ઝોમાટોને જીએસટી તરફથી કારણ જણાવો નોટિસ ફટકારવામાં આવી છે. જીએસટીની આ નોટિસ 400 કરોડ કરતાં પણ વધુની છે. કંપનીએ કહ્યું કે તેને આ GST નોટિસ 26 ડિસેમ્બરે મળી હતી. નોટિસમાં ઝોમાટો પાસેથી રૂ. 402 કરોડના બાકી ટેક્સની માંગ અંગે જવાબ માંગવામાં આવ્યો છે. ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મે સ્ટોક એક્સચેન્જોને જાણ કરી છે કે તેને GSTની કલમ 74(1) હેઠળ કારણ બતાવો નોટિસ મળી છે.
ઝોમાટોએ કહ્યું કે કારણ બતાવો નોટિસમાં, કંપનીએ સમજાવવું પડશે કે 29 ઓક્ટોબર, 2019 થી 31 માર્ચ, 2022ના સમયગાળા માટે વ્યાજ અને દંડ સાથે રૂ. 401.70 કરોડની કથિત કર જવાબદારીની માંગ કેમ ન કરવી જોઈએ. Zomatoએ કહ્યું કે તે કારણ બતાવો નોટિસનો યોગ્ય જવાબ ફાઇલ કરશે. GST વિભાગ ફૂડ ડિલિવરી કંપનીઓ પાસેથી ફૂડ ડિલિવરી ચાર્જના નામે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જ પર ટેક્સની માંગ કરી રહ્યું છે, ટેની સામે Zomato માને છે કે તે ડિલિવરી ચાર્જ પર કોઈ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી. આ કારણ છે કે ડિલિવરી ચાર્જ ડિલિવરી ભાગીદારો દ્વારા એકત્રિત કરવામાં આવે છે.
ગયા મહિને એવી માહિતી મળી હતી કે ડાયરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ Zomato અને Swiggyને ડિમાન્ડ નોટિસ મોકલી છે. જેમાં ઝોમેટોને રૂ. 400 કરોડનો બાકી ટેક્સ ચૂકવવા અને સ્વિગીને રૂ. 350 કરોડનો બાકી ટેક્સ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. અંદાજિત GST માંગની ગણતરી દરેક ફૂડ ઓર્ડર પર બંને કંપનીઓ દ્વારા મેળવેલા ડિલિવરી ચાર્જના આધારે કરવામાં આવી હતી.