કરોડો દેશવાસીઓના સ્વપ્ન સમાન અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે અને રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસો ગણાઇ રહ્યા છે ત્યારે દરેક રામ ભક્તોના હૈયા પુલકીત થઈ રહ્યા છે, દેશભરના ભાવિકો અયોધ્યામાં રામલલાના દર્શન માટે આતુર છે, આજે ગુજરાતના પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ગઢડા – ઉમરાળા – વલભીપુરના પૂર્વ ધારાસભ્ય આત્મારામ પરમારે અયોધ્યા પહોંચી રામગઢી, સરયુ નદી તેમજ મંદિર પરિસરમાં ભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો.
આત્મરામભાઈને ભગવાન રામ અને અયોધ્યા પ્રત્યે વિશેષ લગાવ રહ્યો છે, તત્કાલીન સમયે ૧૯૮૯માં શિલાપુજન કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા હતા. મુલાયમસિંહની યુપીની સરકાર વખતે રામભક્તોની અટકાયત થઈ હતી જેમાં આત્મારામભાઈ પણ હતા. તેમજ કલ્યાણસિંહની સરકાર વખતે બાબરી ધ્વંશ સમયે ૬ ડિસેમ્બરના તેઓ અયોધ્યા હતા અને બાબરી ધ્વંશમાં સહભાગી થયા હતા, એ સમયે તેઓ સુરત મહાનગર પાલિકાની કોર્પોરેટરની ચૂંટણીમા ઉમેદવાર હતા. જાકે, એ ચૂંટણી રદ થઈ હતી.
હાલ હવે અયોધ્યામાં રામ મંદિરનું સ્વપ્ન પૂરું થઈ રહ્યું છે ત્યારે ગઈ કાલે તેઓ ઇન્દોર નગરપાલિકાના નગર નિગમના ચેરમેન સૂરજ કેરોજી અને વિશ્વ મહાપીઠ યુ.પી.ના અધ્યક્ષ રામવીર ભૈયાજી સાથે અયોધ્યા પહોંચી આજે રામલલાના દર્શનનો લહાવો લઈ શ્રદ્ધાભેર માથું ટેકવ્યું હતું.