ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસનો મામલે આજે અમદાવાદ મેટ્રો કોર્ટમાં સુનવણી હાથ ધરાઈ હતી. જેમાં મેટ્રોપોલિટન કોર્ટે આરોપી નંબર બે સંજયસિંહ સામે પ્રોડક્શન વોરંટ કર્યું ઇસ્યુ કર્યું હતું. હાલ સંજયસિંહ તિહાર જેલમાં બંધ છે. જેથી મેટ્રો કોર્ટે તિહાર જેલને નોટિસ મોકલી આપી છે.
સંજયસિંહ હાજર રહ્યા બાદ સાહેદોની તપાસ કરી કેસની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. અરવિંદ કેજરીવાલે હાજરીમાંથી મુક્તિ માટે અરજી કરી હતી જે કોર્ટે માન્ય રાખી હતી. હવે આ કેસમાં 11 જાન્યુઆરીના રોજ બપોરે 12.30વાગે વધુ સુનાવણી હાથ ધરાશે નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી.