PM નરેન્દ્ર મોદી શનિવારે ત્રીજી વખત રામની નગરીમાં આવી રહ્યા છે. પ્રથમ વખત તેમણે 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિર ભૂમિ પૂજનમાં ભાગ લીધો હતો. આ પછી 23 ઓક્ટોબર, 2022ના રોજ દીપોત્સવમાં ભાગ લીધો. પીએમ અહીં મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અયોધ્યા ધામ રેલવેનું ઉદ્ઘાટન કરશે. બંને સ્થળોને રામકથાની થીમ પર શણગારવામાં આવ્યા છે.
આ સિવાય પીએમ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પીએમ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટથી રેલવે સ્ટેશન સુધી 8KM લાંબો રોડ શો પણ કરશે. રોડ શો દરમિયાન 51 સ્થળોએ પીએમનું સ્વાગત કરવામાં આવશે. 23 સંસ્કૃત શાળાઓના સંત-મહંત અને 1895 વૈદિક વિદ્યાર્થીઓ 12 સ્થળોએ વેદ મંત્રો અને શંખના નાદ સાથે સ્વાગત કરશે. ડ્રોન દ્વારા શહેર પર નજર રાખવામાં આવી રહી છે. એરપોર્ટની સામે 35 મિનિટ સુધી જાહેર સભા કરશે. કાર્યક્રમ માટે 100 ફૂટ લાંબો અને 25 ફૂટ પહોળો સ્ટેજ બનાવવામાં આવ્યો છે.