વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યાના પ્રવાસે છે. અયોધ્યામાં રાજ્યપાલ આનંદીબેન અને સીએમ યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. મોદીનો 8 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો હતો. રસ્તાની બંને બાજુ સાંસ્કૃતિક કાર્યક્રમો , મોદી પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. 8 કિમીના અંતરમાં માત્ર રામના મંત્રો અને સ્તુતિઓ ગુંજી હતી. 51 જગ્યાએ પીએમનું સ્વાગત અને 23 સંસ્કૃત શાળાઓના સંત-મહંત અને 1895 વૈદિક વિદ્યાર્થી વેદ મંત્રો અને શંખ નાદ સાથે સ્વાગત કર્યું હતું.
મોદીનો કાફલો અયોધ્યા ધામ જંકશન પહોંચ્યો હતો. મોદી આ નવા રેલવે સ્ટેશનનુંઅને મહર્ષિ વાલ્મીકિ આંતરરાષ્ટ્રીય અયોધ્યા ધામ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
મોરેશિયસના સાંસદ મહિન્દા ગુનાગપ્રસાદે કહ્યું- હું આ અવસર પર ભારતમાં આવીને ખૂબ જ ખુશ છું. હું કહી શકતો નથી કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન પર મને કેટલો ગર્વ છે. મોરેશિયસમાં મોટાભાગના લોકો હિન્દુ છે, તેઓ બધા ખૂબ જ ખુશ છે અને ગર્વ અનુભવે છે. કારણ કે રામ મંદિર એ જ જગ્યાએ બનેલું છે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો. હું એક વાત પ્રામાણિકપણે કહેવા માગુ છું કે પીએમ નરેન્દ્ર મોદી અયોધ્યાને ફરી લાઇમલાઇટમાં લાવ્યા. જે રીતે મંદિરનું નિર્માણ થયું, તેનાથી મોદી પર ગર્વ છે.
ભગવાન રામ આખી દુનિયાના છે – ફારુક અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. મંદિર માટે પ્રયત્નો કરનારા તમામ લોકોને હું અભિનંદન આપવા માગુ છું. તે હવે તૈયાર છે. હું દરેકને કહેવા માગુ છું કે ભગવાન રામ માત્ર હિંદુઓના નથી, પરંતુ દરેકના છે. પુસ્તકોમાં આ રીતે લખ્યું છે. તેમણે ભાઈચારો, પ્રેમ અને એકતાની વાત કરી છે. તેમણે હંમેશા લોકોને જમીનથી ઉન્નત કરવા પર ભાર મૂક્યો અને ક્યારેય તેમના ધર્મ કે ભાષા વિશે પૂછ્યું નહીં. તેમણે સાર્વત્રિક સંદેશ આપ્યો. હવે જ્યારે આ મંદિર ખુલવા જઈ રહ્યું છે ત્યારે હું બધાને કહેવા માગુ છું કે ભાઈચારો જાળવી રાખો.