ઘોઘારી દશા શ્રીમાળી વણિક રાઠોડ પરિવાર દ્વારા ગોકુળ મથુરા અને વૃંદાવનની યાત્રા યોજાઇ હતી. આ યાત્રા દરમિયાન પવિત્ર યમુના નદીમાં ચુંદડીનો ભવ્ય મનોરથ યોજવામાં આવેલ. ચુંદડી મનોરથ વેળા યમુના નદીના કિનારે યાÂત્રકો દ્વારા હૃદયના શુભભાવથી કીર્તન દ્વારા સમગ્ર વાતાવરણ સંપૂર્ણ ભÂક્તમય બન્યું હતું અને રાધે રાધેના જય જય કાર કરવામાં આવ્યા હતા તેમજ આ વેળા યાÂત્રકો દ્વારા આકર્ષક પીળા અને ભગવા વ†ો પરિધાન કરી શોભાયાત્રા યોજવામાં આવી હતી. તેમજ વ્રજમાં યાત્રીઓએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી આ યાત્રા દરમિયાન પરમ ભગવદિય વૈષ્ણવોમાં શ્રદ્ધાનું સ્થાન એવા ગોકુળ મથુરા વૃંદાવનના અનેક ધર્મસ્થાનોમાં દર્શન વંદનનો લાભ લીધો હતો અને જારીજી ભરી હતી, માળા પહેરામણી પણ કરી હતી. વિવિધ કાર્યક્રમોમાં યાÂત્રકો દ્વારા ગુજરાતીઓના માનીતા એવા ગરબાની રમઝટ દ્વારા ઝૂમી ઉઠ્યા હતા આ યાત્રાને સફળ બનાવવા ઘોઘારી દશા શ્રીમાળી રાઠોડ પરિવારના ટ્રસ્ટી ગણ, કાર્યકર્તાઓ તેમજ સ્વયંસેવકઓએ જહેમત ઉઠાવી હતી.