RSSના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય ઇન્દ્રેશ કુમારે મુસ્લિમોને 22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભના પ્રસંગે મસ્જિદો, દરગાહ, મદ્રસામાં ‘શ્રી રામ, જય રામ, જય જય રામ’ જપવાની અપીલ કરી છે. RSS નેતાએ ઇસ્લામ, ઇસાઇ, શિખ કે કોઇ અન્ય ધર્મને માનનારા લોકોને અપીલ કરી કે તે શાંતિ, સદભાવ અને ભાઇચારા માટે પોતાના ધાર્મિક સ્થળો પર પ્રાર્થના કરીને અયોધ્યામાં અભિષેક સમારંભમાં સામેલ થાય.
એક કાર્યક્રમમાં RSS નેતાએ કહ્યું કે ભારતમાં લગભગ 99 ટકા મુસ્લિમ અને અન્ય ગેર હિન્દૂ દેશના છે. તે આમ કરતા રહેશે કારણ કે અમારા પૂર્વજ એક જેવા છે, તેમણે પોતાનો ધર્મ બદલ્યો છે, દેશ નથી બદલ્યો.
પુસ્તક “રામ મંદિર, રાષ્ટ્ર મંદિર- એક વિરાસત’ના વિમોચન માટે આયોજિત એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. ઇન્દ્રેશ કુમાર, RSS સાથે જોડાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મુખ્ય સંરક્ષક પણ છે. RSS નેતા ઇન્દ્રેશ કુમારે કહ્યું કે, “આપણા સમાન પૂર્વજ, સમાન ચહેરા અને એક સમાન સપનાની ઓળખ છે. આપણે બધા આ દેશના છીએ, આપણને વિદેશીઓથી કોઇ લેવા દેવા નથી.”
RSS નેતાએ કહ્યું, “MRMએ અપીલ કરી છે અને હું આજે દોહરાવી રહ્યો છું કે દરગાહ, મકતબા, મદ્રસા અને મસ્જિદોમાં 11 વખત ‘શ્રી રામ જય રામ જય જય રામ’નો જાપ કરે. બાકી તમે પોતાની પૂજાની પદ્ધતિનું પાલન કરો.” “હું ગુરૂદ્વારા, ચર્ચા અને તમામ ધાર્મિક સ્થળોને અપીલ કરૂ છું કે તે 22 જાન્યુઆરીની રાત્રે 11-2 વાગ્યા વચ્ચે પોતાની ઇબાદતગાહ અને પ્રાર્થના ખંડને ભવ્ય રીતે સજાવે અને આ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારંભ કાર્યક્રમને ટીવી પર જુવે, તેમણે કહ્યું, “ભારત અને વિશ્વભરમાં શાંતિ, સદભાવ અને ભાઇચારા માટે પ્રાર્થના કરો.” તમામ ગેર હિન્દૂઓને પણ સાંજે દીવા સળગાવવા પર વિચાર કરવાનો આગ્રહ કર્યો હતો.
RSS નેતાએ નેશનલ કોન્ફ્રેન્સ નેતા ફારૂક અબ્દુલ્લાની કથિત ટિપ્પણી પર પણ નિશાન સાધ્યુ હતુ જેમાં તેમણે કહ્યું કે ભગવાન રામ માત્ર હિન્દૂઓના જ નથી પણ વિશ્વના તમામ લોકોના છે. ઇન્દ્રેશ કુમારે ફારૂક અબ્દુલ્લા પર નિશાન સાધતા કહ્યું કે, ‘તે જે ગ્રુપના છે’, ત્યાં તે લોકોને એમ સમજાવે કે ભગવાન રામ તેમના પણ છે.