ઇઝરાયેલી આર્મીએ ગાઝામાં જમીની સૈન્ય કાર્યવાહીમાં સામેલ હજારો સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય લઇ શકે છે. IDFએ રવિવારે જણાવ્યું હતું કે ગાઝામાં ગ્રાઉન્ડ આક્રમણમાં ભાગ લેતી પાંચ કોમ્બેટ બ્રિગેડને પાછી ખેંચી લેવામાં આવશે જેથી સૈનિકો વધુ લડાઈ માટે પોતાને મજબૂત કરી શકે. તે જ સમયે, ગાઝા (Gaza)ના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, છેલ્લા 24 કલાકમાં મધ્ય ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલામાં 150 પેલેસ્ટિનિયન માર્યા ગયા, જ્યારે 286 લોકો ઘાયલ થયા.
IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેટલાક અનામત સૈનિકો આ અઠવાડિયે જલદી તેમના પરિવારો અને નોકરીઓ પર પાછા ફરશે. આનાથી અર્થવ્યવસ્થાને નોંધપાત્ર રાહત મળશે અને નવા વર્ષમાં આવનારી પ્રવૃતિઓ પહેલા તેમને તાકાત ભેગી કરવાની મંજૂરી મળશે અને લડત ચાલુ રહેશે અને અમને તેમની જરૂર પડશે. હગારીએ કહ્યું કે ગાઝામાં હમાસની ટનલને નષ્ટ કરવાનું કામ ચાલુ છે. ગાઝારફથી ઈઝરાયેલતરફ છોડવામાં આવેલા રોકેટની તીવ્રતા ઘટાડવા માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે.