ગઈકાલે જાપાન 7.6 ની તીવ્રતાનાં ભૂકંપથી હલબલી ઉઠયું હતું. એક દિવસમાં અધધધ 155 જેટલા ભૂકંપનાં નાના-મોટા ઝટકા આવ્યા હતા. આ ભૂકંપમાં હાલ લોકોનાં મોત થયાની વિગતો બહાર આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ગઈકાલના ભૂકંપમાં 20 લોકોનાં મોત થયા છે.
મીડીયા રિપોર્ટ અનુસાર લગભગ એક હજાર લોકોએ સેનાના બેઝ પર શરણ લીધી છે. જાપાનનાં વડાપ્રધાન કુમિયો કિશીદા અધિકારીઓને ઘટના સ્થળે તુરંત રાહત સામગ્રી પહોંચાડવાનાં નિર્દેશ આપ્યા છે અને રેસ્કયુ નિશ્ચિત કરવામાં આવે. હવામાન વિભાગનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર જાપાનમાં ગઈકાલે સતત એક પછી એક 155 જેટલા ભૂકંપનાં આંચકા આવ્યા હતા. 7.6 ની તીવ્રતાનાં ભૂકંપથી પશ્ચિમ તટના કિનારે આવેલી ઈમારતો ધરાશાયી થઈ હતી. ગઈકાલનાં ભૂકંપ બાદ સુનામીની ચેતવણી પણ અપાઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ક્હયું હતું કે તેમનું પ્રશાસન જાપાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જાપાની લોકોને જરૂરી સહાયતા આપવા તૈયાર છે.