કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને 55 રનમાં આઉટ કર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે તેની પ્રથમ ઇનિંગમાં 153 રન બનાવ્યા હતા. આ પછી મેચના પ્રથમ દિવસે રમતના અંત સુધીમાં યજમાન ટીમે તેના બીજા દાવમાં 62/3 રન બનાવ્યા હતા. એવામાં ટીમ ઈન્ડિયાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.
જ્યારે ટીમ ઈન્ડિયાની બેટિંગ આવી ત્યારે દરેકને આશા હતી કે બેટ્સમેન પહાડ જેવો સ્કોર બનાવશે પણ એવું થયું નહીં. પ્રથમ દાવમાં ભારતીય ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં ભારતીય ટીમની છેલ્લી 6 વિકેટો શૂન્ય પર પડી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાના નામે આ શરમજનક રેકોર્ડ બીજી વખત બન્યો છે. છેલ્લા 6 બેટ્સમેનમાંથી 5 પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. 33 ઓવર સુધી, ટીમનો સ્કોર 4 વિકેટે 153 રન હતો, આ પછી વિકેટો પડવાનો ધમધમાટ શરૂ થયો અને ભારતીય ઇનિંગ્સનો આગામી 11 બોલમાં અંત આવ્યો હતો.