પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર લગભગ 300 લોકોએ હુમલો કર્યો હતો. અહીં 24 પરગણા જિલ્લામાં રાશન કૌભાંડ કેસમાં EDની ટીમ તૃણમૂલ નેતા શાહજહાં શેખના ઘર પર પહોંચી હતી. ટીમ નેતા શાહજહાં શેખના ઘરે પહોંચી જ હતી જ્યારે લોકોએ તેમના પર હુમલો કર્યો. અહેવાલો અનુસાર, 200 થી 300 લોકોએ ED અધિકારીઓ અને અર્ધલશ્કરી દળોને ઘેરી લીધા હતા. આ દરમિયાન લોકોએ અધિકારીઓનાં વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
માહિતી અનુસાર આ હુમલામાં કોઈના ઘાયલ થવાના સમાચાર નથી. લોકોનાં ટોળાંએ ગાડીઓને નિશાન બનાવી તેના કાચ તોડી નાખ્યા હતા. આ દરમિયાન મીડિયાકર્મીઓ સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. જેમ તેમ ઈડીની ટીમમાં સામેલ સભ્યોએ પોતાનો જીવ બચાવવા નાસી જવું પડ્યું હતું.