જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, ભાવનગર હેઠળ ટ્રસ્ટોના ચાલુ તથા અગાઉના વર્ષના ફાળાની રકમ રહેતી હોય તેઓ પાસેથી અંદાજીત ૧.૩૫ કરોડની વસુલાત કરવામાં આવેલ અને હાલ પણ વસુલાત શરૂ છે. હવે બાકી ફાળાની રકમ નહીં ભરનાર ટ્રસ્ટો સામે કાયદેસર કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવેલ છે.
આ સિવાય કાયદા હેઠળ નિયમોનું પાલન નહીં કરનાર ટ્રસ્ટો સામે પણ કાર્યવાહી શરૂ કરવા અંગે સુત્રો પાસેથી માહિતી મળેલ છે. ભાવનગર ચેરીટી કમિશનર કચેરીમાં અંદાજીત ૧૧ હજાર થી પણ વધુ ટ્રસ્ટો નોંધાયેલ છે. તેમજ ટ્રસ્ટોએ સ્થાવર/જંગમ મિલકત પી.ટી.આર પર ચડાવેલ ન હોય તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની માહિતી પ્રાપ્ત થયેલ છે.
આવી સંસ્થાઓ તથા સંચાલકો વિરૂધ્ધ ગુજરાત પÂબ્લક ટ્રસ્ટ એક્ટ – ૧૯૫૦ હેઠળ ધોરણસર સખત કાર્યવાહી કરવા પાત્ર થાય છે.