ભાવનગરમાં રાજકોટ રોડ પર બની રહેલા ફ્લાય ઓવરબ્રિજ અને તેને આનુસાંગિક રસ્તાઓ માટે થઇને જમીન સંપાદનની જરૂરીયાત ઉભી થઇ છે. ત્યારે પૂર્વ મંજુરી વગર ગેરકાયદે રીતે સરિતા સોસાયટીના કોમન પ્લોટમાં ખડકાયેલ સરિતા શોપિંગ સેન્ટર તરાપમાં આવ્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા કાનુની જંગમાં શોપિંગ સેન્ટરના મિલ્કત ધારકોને હાઇકોર્ટમાંથી સ્ટે નહીં મળતા અને અડચણરૂપ બાંધકામ તાકીદે હટાવી લેવા મૌખિક સુચના થઇ આવતા ગઇકાલે કોર્પોરેશન દ્વારા નડતરરૂપ હિસ્સાનું માર્કીંગ કરીને શોપિંગ સેન્ટર ધારકોને જાણ કરી દેવાઇ હતી.
કોર્પોરેશનનું પલડું ભારે જણાતા શોપિંગ સેન્ટર ધારકો સ્વૈÂચ્છક રીતે કોર્પોરેશને માર્કીંગ કરેલ હિસ્સો તોડી પાડવા માનસિક રીતે તૈયાર થયા છે. આજે કેટલાક મિલ્કત ધારકોએ આપમેળે દુકાનોનો હિસ્સો તોડવાનું શરૂ કર્યું છે. બીજી બાજુ મહાપાલિકા દ્વારા પણ આજે એક દિવસનો સમય આપી જા બાંધકામ દુર ન થાય તો આવતીકાલથી ડિમોલીશન હાથ ધરવા તાકીદ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, માર્કીંગ કરેલો હિસ્સો તોડ્યા બાદ ત્યાં નવું કોઇ બાંધકામ કે શટર પણ મુકવાની મનાઇ ફરમાવાઇ છે. આમ કોર્પોરેશને માર્કીંગ કરેલો હિસ્સો તોડી પડાયા બાદ દુકાનો રેઢી પડ બનશે. આ કાનુની વિવાદમાં આગામી મહિને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાનાર છે ત્યારે બાકી બચતા દુકાનોના હિસ્સા અંગે આખરી નિર્ણય થવા સંભવ છે.





