Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતના માત્ર પાંચ પિનકોડ વિસ્તારોમાં એક પણ શેરબજાર રોકાણકાર નથી

ભારતમાં 19,252 પિનકોડ છે જેમાંથી લગભગ 19,219માં ઓછામાં ઓછો એક નોંધાયેલ રોકાણકાર છે

dharmendravaghela by dharmendravaghela
2024-01-06 13:32:28
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતીઓમાં શેરબજારમાં રોકાણ માટે વર્ષોથી જાણીતા છે, રાજ્યમાં દર રોજ રોકાણકારોની સંખ્યા વધુ રહી છે. NSE દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ગુજરાતમાં માત્ર પાંચ પિનકોડ વિસ્તારો જ એવા છે જેમાં એક પણ શેરબજાર રોકાણકાર નથી, બાકી સમગ્ર ગુજરાતમાંથી લોકો શેબજારમાં રોકાણ કરી રહ્યા છે.
એક પણ રોકાણકાર ના હોય એવા પિનકોડમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ અને મોરબી તથા અમરેલી જિલ્લાના એક-એક વિસ્તારનો સમાવેશ થાય છે. આ પાંચ પિનકોડ વિસ્તાર ભારતના 33 પિનકોડ વિસ્તારોમાંના છે કે જેમાં એક પણ નોંધાયેલ સ્ટોક માર્કેટ રોકાણકાર નથી. આ ડેટા જણાવે છે કે ગુજરાત રાજ્યના અંતરિયાળ પ્રદેશોમાંથી પણ લોકો શેરબજારમાં રોકાણ કરે છે.
NSE સૂત્રોના જણાવ્યા મુજબ ભારતમાં 19,252 પિનકોડ છે જેમાંથી લગભગ 19,219માં ઓછામાં ઓછો એક નોંધાયેલ રોકાણકાર છે જ. ગુજરાતમાં કુલ 1412 પિનકોડ છે, જેમાંથી માત્ર પાંચ પિનકોડમાં જ એક પણ નોંધાયેલ રોકાણકાર નથી. આ સૂચવે છે કે દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં ડીમેટ એકાઉન્ટ ખોલીને શેરબજારમાં રોકાણ કરવા માટે રસ વધી રહ્યો છે.ગુજરાતમાં આશરે 76 લાખ શેરબજાર રોકાણકારો છે. જયારે ભારતભરમાં રોકાણકારોની સંખ્યા 2023 સુધીમાં 8.5 કરોડને વટાવી ગઈ છે, દેશના 99.85% પિનકોડ વિસ્તારોમાં રોકાણકારો છે.
શેરબજારના નિષ્ણાતો માને છે કે ઇક્વિટી રોકાણમાં ગુજરાત હંમેશા ટોચના રાજ્યોમાં રહ્યું છે. અગાઉ, રોકાણકારોની સંખ્યાના સંદર્ભમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોનું પ્રભુત્વ હતું. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં વલણમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે કારણ કે મોટાભાગના નવા રોકાણકારો રાજ્યના શહેરના આજુબાજુના અને ગ્રામીણ વિસ્તારોમાંથી જોવા મળે છે. NSEના ડેટા અનુસાર, 25 ડિસેમ્બર 2023 સુધીના આંકડાઓ મુજબ વર્ષ 2023માં વર્ષ 2022ની સરખામણીએ રોકાણકારોની સંખ્યામાં 22.4%નો વધારો થઈને 8.49 કરોડ થયો હતો. દેશમાં વર્ષ દરમિયાન લગભગ 1.57 કરોડ નવા રોકાણકારોનો ઉમેરો થયો હતો. ગુજરાતમાં 2022માં રોકાણકારોની સંખ્યા 65.41 લાખ હતી, જે 17.2% વધીને 76.6 લાખ થઈ છે.

Tags: gujaratno share invest
Previous Post

ભાવનગરના કાળીયાબીડમાં એસ.આઈ.ડી. સ્મોલ વન્ડર્સ પબ્લીક સ્કૂલનો પ્રારંભ

Next Post

મહાદેવ સટ્ટાબાજી એપ ફ્રોડ કેસમાં દીક્ષિત કોઠારીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મહાદેવ સટ્ટાબાજી એપ ફ્રોડ કેસમાં દીક્ષિત કોઠારીની ધરપકડ

મહાદેવ સટ્ટાબાજી એપ ફ્રોડ કેસમાં દીક્ષિત કોઠારીની ધરપકડ

ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે

ગુજરાતના 20 શહેરોમાં તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.