વાઈબ્રન્ટ ગુજરાતમાં નેધરલેન્ડની 45 કંપનીઓ હાજર રહેશે. સતત ચોથી આવૃતિથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર દેશ તરીકે જોડાયેલી 45 કંપનીઓના વડા અને ઉચ્ચ અધિકારીઓનું એક પ્રતિનિધ મંડળ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. અને આ બેઠકમાં દેશના અને ગુજરાતના ભવિષ્યના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ ખાતેની નેધરલેન્ડ બિઝનેસ સપોર્ટ ઓફિસના વડા અમલાન બોરાએ જણાવ્યું હતું, આ બેઠકમાં નેધરલેન્ડના ભારત ખાતેના રાજદૂત મારિસા જેરર્ડસ પણ હાજર રહે એવી શક્યતાઓ છે.