વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં 30થી વધુ દેશોના મહાનુભાવો ભાગ લેવા આવનારા છે, ત્યારે મહાત્મા મંદિરમાં નોનવેજ વાનગી પર પ્રતિબંધ મૂકાયો છે. દર વખતની જેમ આ વખતે પણમહાનુભાવો માટે શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ ગુજરાતી વ્યંજન સાથેની વાઈબ્રન્ટ ભારત ગુજરાતી થાળીની કિંમત અંદાજે 4 હજાર રૂપિયાની છે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ દિવસે UAEના રાષ્ટ્રપ્રમુખથી માંડીને અન્ય VVIP માટે ગુજરાતી વ્યંજનો પિરસાશે જેમકે બદામના શોરબા, ચમેલિયા બ્લોસમ અને ઈન્ટર્નલ સનરાઈઝ નામના વેલકમ ડ્રીન્ક પિરસાશે.
ટેસ્ટ ઓફ ગુજરાત થીમના આધારે પીરસાશે વિવિધ વ્યંજનો
વાટીદાળના ખમણ
રાગીના હોમમેડ કુકિઝ
દાલ અવધિ
ઘુઘરા
રાજભોગ શ્રીખંડ
આલુ લબાબદાર
ખાંડવી
સબજી દમ બિરયાની
બદામનો શરબો
લીલવાની કચોરી
ચીકુ-પિસ્તાનો હલવો
હોમ સ્ટાઈલ ફુલકા
ગાજર-તજનો કેક
આલુ મિર્ચ- અણૃતસરી કુલચા’