વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત માટે મોટી સંખ્યામાં અમદાવાદીઓ ઉમટી પડ્યા હતા. UAEના રાષ્ટ્રપતિને રિસીવ કરવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન UAEના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ બંને દેશના વડા રોડ શો કરતા એરપોર્ટ તિરંગા સર્કલથી ઇન્દિરાબ્રિજ સર્કલ તરફ આગળ વધ્યા હતા. રોડ શોના રૂટ પર અલગ અલગ જગ્યાએ બનાવેલા સ્વાગત પોઈન્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સ્વાગત પોઈન્ટ પર આસામનું સાંસ્કૃતિક નૃત્ય બીહુ રજૂ કરવામાં આવ્યું હતું. તો બીજા એક સ્વાગત પોઈન્ટ પર ગુજરાતની પરંપરાગત ભવાઈના વેશની ઝાંખી જોવા મળી હતી.