પ્રખ્યાત સંગીતકાર રાશિદ ખાનનું નિધન થયું છે. 55 વર્ષની વયે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમને ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2023 માં, એવા અહેવાલો આવ્યા હતા કે તેમને પ્રોસ્ટેટ કેન્સરને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયતમાં સુધારો થતો ન હતો. જેના કારણે મંગળવારે સવારે સમાચાર આવ્યા કે ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા છે. સિંગરે કલકત્તાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
રામપુર-સહસ્વાન ઘરાનાથી આવેલા ઉસ્તાદ રાશિદ ખાનની શરૂઆતમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આ પછી તેઓ કલકત્તા આવ્યા અને અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રાશિદ ખાન ઉત્તર પ્રદેશના બદાઉનનો રહેવાસી હતો. રાશિદ ખાને હિન્દી ફિલ્મો માટે પણ કામ કર્યું છે. તેણે ‘જબ વી મેટ’, ‘માય નેમ ઈઝ ખાન’, ‘રાઝ 3’, ‘કાદંબરી’, ‘શાદી મેં જરૂર આના’, ‘મંટો’ સહિતની ઘણી પ્રખ્યાત ફિલ્મો માટે ગીતો ગાયા છે. આજે પણ તેનું ગીત ‘આઓગે જબ તુમ ઓ સાજના’ લોકોના હોઠ પરથી ઉતર્યું નથી.