રોટરી રોયલ દ્વારા કારગીલ યુદ્ધની દિલ ધડક વાતોનો કારગીલ યુદ્ધના જાંબાઝ યોદ્ધા દિગેન્દરકુમાર કોબ્રાના યોજાશે. જેમણે ૫ ગોળી ખાઈને પાકિસ્તાની મેજરની ગર્દન કાપી અને ૪૮ પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારેલા તેવા જાંબાઝ યોદ્ધા ભાવનગરમાં આજે સાંજે તેમના મુખેથી સમગ્ર વાતો જણાવશે.
વર્ષ – ૧૯૯૯માં જૂલાઈ માસમાં જમ્મુ-કશ્મીરના કારગીલ વિસ્તારમાં પાકિસ્તાન સાથે “કારગીલ યુદ્ધ” થયેલ. આ યુદ્ધ ૨ મહિના ૩ અઠવાડિયા ચાલેલું અને અંતે ૨૬ જૂલાઈ ૧૯૯૯ ના દિવસે પાકિસ્તાનને પરાસ્ત કરી વિજય મેળવવામાં આવેલ. આ ૨૬ જૂલાઈના દિવસને “કારગીલ વિજય દિવસ” તરીકે ઓળખવામાં આવે છે અને સમગ્ર ભારત કારગીલ વિજય દિવસની ઉજવણી ખૂબ શાનથી કરે છે.
આ કારગીલ યુદ્ધના ઘણા જાંબાઝ સૈનિકો પૈકીના ખૂબ જ મહત્વના યોદ્ધા કે જેમને ભારત સરકાર દ્વારા મહાવિર ચક્ર એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલા અને જેમણે ૫ ગોળી ખાઈને પણ પાકિસ્તાની મેજરની ગર્દન કાપી પરાસ્ત કર્યા અને ૪૮ જેટલા પાકિસ્તાની સૈનિકોનો ખાતમો બોલાવ્યો તેવા વીર જાંબાઝ યોદ્ધા દિગેન્દરકુમાર કોબ્રા ભાવનગર આવી રહ્યા છે. ત્યારે તમેને રૂબરૂ મળવાનો કારગીલની કેટલીય વાતો તેમના મુખેથી સાંભળવાનો એક કાર્યક્રમ રોટરી દ્વારા આજે રાત્રે તા.૧૦/૦૧/૨૦૨૪ ને બુધવારે રાત્રે ૦૮ઃ૧૫ બેસીલપાર્ક હોટલ, વિકટોરીયા પાર્ક રોડ ખાતે યોજવામાં આવેલ છે. દરેક પ્રબુદ્ધ નાગરીકોને સમયસર પોતાનું સ્થાન લઈ લેવા. રોટરી કલબના પ્રેસિડેન્ટ મનહરભાઈ રાઠોડ દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. આ કાર્યક્રમમાં તેમનું સન્માન પણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મર્યાદિત પ્રવેશ શકય હોય મો.૯૯૭૮૨૦૨૧૯૨ પર રજિસ્ટ્રેશન કરાવવા જણાવાયું છે.