મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૩મો વાર્ષિકોત્સવ ફીનોમેના શીર્ષક તળે રંગોલી રિસોર્ટ પાર્ક, વરતેજ ખાતે યોજાઇ ગયો. આ એન્યુઅલ ડે નું નામ ફીનોમેના રાખવામાં આવ્યું હતું. આ શબ્દ નો અર્થ થાય છે એક એવી ઘટના કે જે અવિસ્મરણીય હોય. પોતાની તેજÂસ્વતા દ્વારા બધી જ જગ્યાએ આનંદ તરંગો ફેલાવવી. આપણી જીંદગી કલરફૂલ બની રહે અને કોલેજમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓની જીંદગી પણ અદ્ભુત બની રહે તે હેતુથી આ એન્યુઅલ ડે નું નામ રખાયેલ.
આ એન્યુઅલ ડે માં ઉપÂસ્થત મહાનુભાવોનું વેલકમ થીમ જેમાં હજારો વર્ષની તપસ્યા પછી ૨૨ જાન્યુઆરીના રોજ ભગવાન રામના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે તે અનુસંધાને અત્યાર સુધીની આઠ વિવિધ ઐતિહાસિક ઘટનાઓને આવરી લઈને સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ થીમમાં પૌરાણિક મંદિરથી શરુ કરી ૨૨ તારીખના શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સુધીની ઘટના આમાં આવરી લેવામાં આવી હતી. તદ્દઉપરાંત ભગવાન શ્રી રામ ના મંદિરની આબેહુબ કૃતિની ઝલક પણ આ સ્વાગત નૃત્યમાં જાવા મળી હતી.
યુનિવર્સીટીમાં રેન્ક મેળવનાર અને અભ્યાસની સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર, રમત ગમત ક્ષેત્રે આંતર કોલેજમાં વિજેતા બનનાર અને આંતર યુનિવર્સીટીમાં પસંદગી પામનાર તેમજ સ્ટેટ, નેશનલ અને ઇન્ટર-નેશનલ લેવલે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડી વિધાર્થીનીઓ અને એન.સી.સી. અને એન.એસ.એસ. માં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તમામ વિધાર્થીનીઓને સન્માન સમારોહ પણ ઉપÂસ્થત મહાનુભાવોના હસ્તે યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ વિધાર્થીનીઓ દ્વારા ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવ્યો. જેમાં અલગ અલગ ૨૨ કૃતિઓ આ કાર્યક્રમમાં રજુ કરવામાં આવી હતી.
ભારતના વિવિધ પ્રાંતના લોકનૃત્યો ની સાથે વિવિધ ડાન્સના ફોર્મેટની કૃતિઓ રજુ કરવામાં આવ્યા હતા. જેમાં હોલીવુડ વેસ્ટર્ન મેશપ, રેટ્રો ટુ મેટ્રો, ગણેશ વંદના, ટોલીવુડ, હોરર ડાન્સ, ગરબા, ક્લાસિકલ કન્ટેમ્પરી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં, આદિવાસી નૃત્ય, પીરામીડ, ફોમ એડીક્શન, બોલીવુડ મેશપ, કોર્પોરેટ ડાન્સ, કોમેડી, હનુમાન ચાલીસા, વેસ્ટર્ન ડાન્સ, બંગાળી દુર્ગાપૂજા, વાયબ્રન્ટ ઇÂન્ડયા, વેસ્ટર્ન ડાન્સ, રાજસ્થાની નૃત્ય, ચંદ્રયાન, પ્રાચીન ગરબો ઉપર આધારિત વિવિધ થીમો વગેરે સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતાં.