અંજારના બુધરમોરામાં સ્ટીલ કંપનીમાં મોટો અકસ્માતની ઘટના બની છે. લોખંડના કારખાનામાં સળગતી લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો છે. સ્ટીલ કંપનીની ભઠ્ઠીમાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેમાં 4 લોકોની હાલત અત્યંત નાજુક છે જેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
કંપનીમાં સ્ટીલ પીગળતી વખતે અકસ્માત સર્જાયો છે જેમાં કામદારોને ગંભીર ઈજાઓ થઈ. સ્થાનિક પોલીસે અકસ્માત મામલે જાણવાજોગ દાખલ કરી બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે.