કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણ પર્વ પર ગુજરાત પ્રવાસે છે. ઉત્તરાયણના દિવસે તેમણે જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ભગવાનના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરી હતી. ત્યારબાદ તેઓ અમદાવાદમાં વેજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભાજપ કાર્યકરો સાથે પતંગ ચડાવી પતંગોત્સવની ઉજવણી કરી હતી.






