અમદાવાદમાં ઉત્તરાયણની સાંજે સુરજ ઢળતાની સાથે જ આકાશમાં પતંગની જગ્યા ફટાકડાએ લીધી. લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી. તુક્કલ પર પ્રતિબંધ હોવાને કારણે લોકો ફટાકડાં ફોડ્યા. જેને કારણે સાંજના સમયે ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. અમદાવાદમાં ઉત્તરાયણ પર્વનું સમાપન ધાબા પર ફટાકડા ફોડી અને મ્યુઝિક સિસ્ટમ સાથે ગરબા રમીને પતંગરસિકો દ્વારા કરવામાં આવ્યું હતું.