ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પત્ર મોકલીને તપાસ એજન્સી EDના આઠમા સમન્સનો જવાબ આપ્યો છે. મુખ્યમંત્રીએ EDની ટીમને રાંચી બોલાવી છે. સુત્રો અનુસાર, મુખ્યમંત્રીએ પત્રના માધ્યમથી તપાસ એજન્સીને કહ્યું છે કે તમે 20 જાન્યુઆરીએ મુખ્યમંત્રી હાઉસ આવીને પૂછપરછ કરી લો.
EDએ 13 જાન્યુઆરીએ હેમંત સોરેનને લખેલા પત્રમાં કહ્યું હતું કે જો 16થી 20 જાન્યુઆરી વચ્ચે તે એજન્સી સામે હાજર નથી થતા તો તેમણે તેમની પાસે આવવું પડશે.EDએ કહ્યું છે કે આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાને લઈને પડકારો ઉભા થઈ શકે છે. આ તમારી જવાબદારી રહેશે અને તેથી તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને યોગ્ય સૂચના આપવી જોઈએ.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનને ED આઠ વખત સમન્સ પાઠવી ચુક્યુ છે. મંત સોરેનને EDએ પ્રથમ વખત 14 ઓગસ્ટ 2023માં હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું. તે બાદ 24 ઓગસ્ટ, 9 સપ્ટેમ્બર, 23 સપ્ટેમ્બર, 4 ઓક્ટોબર, 12 ડિસેમ્બર અને 30 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી 2024 વચ્ચે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યું હતું. EDનું કહેવું છે કે વારંવાર મોકલવામાં આવી રહેલા સમન્સ છતા હેમંત સોરેન હાજર ના થતા તપાસમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે.
મહત્ત્વપૂર્ણ છે કે ED રાંચીના બડગઈ વિસ્તારની જમીન સાથે સંબંધિત સરકારી દસ્તાવેજોમાં છેડછાડ કરવાની ઘટનાની તપાસના સંબંધમાં હેમંત સોરેનનું નિવેદન નોંધવા માંગે છે. આ કેસમાં ED IAS છવી રંજન સહિત દોઢ ડઝન લોકોની ધરપકડ કરી ચૂકી છે. હવે તે હેમંત સોરેનને આ ઘટનામાં તેમનીભૂમિકા અંગે ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવા માંગે છે.