લાલ સાગરમાં વર્ચસ્વ રાખવા માટે હૂતી વિદ્રોહીઓ અહીંથી સામાન લઇને જતા જહાજોને નિશાન બનાવી રહ્યાં છે. આ હુમલાને કારણે આ રસ્તા પર થતો વેપાર પ્રભાવિત થઇ રહ્યો છે. ઇરાન સાથે જોડાયેલા ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યુ કે હૂતી વિદ્રોહિઓએ અદનની ખાડીમાં એક અમેરિકન જહાજને મિસાઇલથી નિશાન બનાવીને હુમલો કર્યો છે. અમેરિકાના ફાઇટર જેટે હૂતી વિદ્રોહીઓના વિસ્તારમાંથી આવતી ક્રૂઝ મિસાઇલને તોડી પાડી હતી.
આ હુમલાની જાણકારી આપતા સૈન્યના પ્રવક્તા, યાહ્યા સારિયાએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી સેના દ્વારા મારવામાં આવેલા પેલેસ્ટાઇની લોકોના સમર્થનમાં અને અમારા દેશ વિરૂદ્ધ અમેરિકન-બ્રિટિશ હુમલાના જવાબમાં યમનની નૌસેના દળ (હૂતી) સશસ્ત્ર દળોએ કેટલાક નૌ સૈનિક મિસાઇલોની મદદથી અદનની ખાડીમાં એક અમેરિકન જહાજને નિશાન બનાવીને એક સૈન્ય અભિયાન શરૂ કરી દીધુ છે અને અમારો હુમલો સીધો અને સચોટ હતો.
યમન (હૂતી) સશસ્ત્ર દળ અમારા દેશ વિરૂદ્ધ હુમલામાં સામેલ તમામ અમેરિકન અને બ્રિટિશ સબમરીન અને જહાજોને અમારી સેનાના લક્ષ્યની અંદર દુશ્મનના રૂપમાં જુવે છે. યમન (હૂતી) સશસ્ત્ર દળ પૃષ્ટી કરે છે કે અમેરિકન અને બ્રિટિશ હુમલાની પ્રતિક્રિયાનો જવાબ છે અને કોઇ પણ નવો હુમલો સહન નહીં કરવામાં આવે અને ના તો કોઇને છોડવામાં આવશે.
અમેરિકન સેનાના સેન્ટ્રલ કમાન્ડે એક નિવેદનમાં કહ્યું કે હૂતી ગોળીબારમાં લાલ સાગરના દક્ષિણ વિસ્તારમાં સક્રિય આર્લે બર્ક શ્રેણીના વિધ્વંસક સબમરીન ‘યૂએસએસ લાબૂન’ને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ કહ્યું કે મિસાઇલ લાલ સાગરના પોર્ટ શહેર હોદેઇદા પાસેથી આવી હતી જેના પર લાંબા સમયથી હૂતી વિદ્રોહીઓનો કબ્જો છે. સેન્ટ્રલ કમાન્ડે કહ્યું, “યમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહી વિસ્તારમાંથી યૂએસએસ લાબૂન તરફ એક મિસાઇલ છોડી હતી. ઘટનામાં કોઇ નુકસાનના સમાચાર નથી.