કચ્છના અંજાર પાસે બુઢારમોરામાં આવેલી કીમો સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો. લોખંડના કારખાનામાં સળગતી લોખંડની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. સ્ટીલ પીગળવાની ઘટના દરમિયાન થયેલા આ બ્લાસ્ટમાં 7 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને અમદાવાદની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ 7 કામદારોમાંથી ત્રણ કામદારોના મોત થયા હતા.15 જાન્યુઆરીએ સારવાર હેઠળ રહેલા ચોથા કામદારનું મોત થતા આ ઘટનામાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે.
દુર્ઘટના બાદ પૂર્વ કચ્છ પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છ પોલીસ વડાએ કહ્યું છે કે દુર્ઘટના સંદર્ભે વિવિધ ટેક્નિકલ પાસાઓ તપાસી આગળની કાર્યવાહી કરીશું.