દક્ષિણના જાણીતા અભિનેતા તથા મોટા રાજકારણી ગણાતા સુરેશ ગોપીની પુત્રીના કેરળમાં લગ્ન યોજાયા હતા. જેમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા. સુરેશ ગોપીએ આ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તસવીરોમાં કેપશન આપતા સુરેશ ગોપીએ લખ્યું હતું કે ગુરુવાયુર મંદિરમાં મારા બાળકોએ લગ્નગ્રંથિથી જોડાયા છે. પીએમ મોદીએ રૂબરૂ આવીને બંનેને આશીર્વાદ પાઠવ્યા એ મારા માટે સૌભાગ્યની વાત છે. સુરેશ ગોપીની પુત્રી ભાગ્યાના કેરળ સ્થિત બિઝનેસમેન શ્રેયસ મોહન સાથે લગ્ન યોજાયા હતા. સુરેશ ગોપી મલયાલમ ઇન્ડસ્ટ્રીના એક લોકપ્રિય દિગ્ગજ અભિનેતા ગણાય છે.