ગુરુવારે આસામ પોલીસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ FIR નોંધી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક પોલીસ અધિકારીને ટાંકીને આ માહિતી આપી છે.
અધિકારીએ કહ્યું કે યાત્રાના રૂટમાં ફેરફારને કારણે જોરહાટ શહેરમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ પહેલા આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ આ માર્ગ અંગે ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, “અમે કહ્યું છે કે શહેરોમાંથી પસાર થવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં જે પણ વૈકલ્પિક માર્ગ માંગવામાં આવશે તેને મંજૂરી આપવામાં આવશે, પરંતુ જો શહેરોમાંથી પસાર થવાનો આગ્રહ હશે તો અમે પોલીસ વ્યવસ્થા નહીં કરીએ”