દિલ્હીના પિતામપુરા વિસ્તારમાં એક મકાનમાં ભીષણ આગ લાગવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોતની માહિતી સામે આવી છે બે લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યા અનુસાર રાત્રે લગભગ 8 વાગે દિલ્હીના પ્રીતમ પુરા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગવાની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે. ફાયર વિભાગની ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આજુબાજુમાં રહેતા લોકોને ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.