22 જાન્યુઆરીના સુરત રામમય બને તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરતમાં એક ડિજિટલ કંપની દ્વારા ભગવાન રામના પોસ્ટર બનાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરને સુરત શહેરની ઉંચી ઇમારતો, કાપડ માર્કેટો, કોમર્શિયલ બિલ્ડિંગો વગેરેમાં લગાવવામાં આવશે. ભગવાન શ્રીરામના બનાવવામાં આવી રહેલા આ પોસ્ટરોમાં પ્રથમ જય શ્રીરામ ત્યારબાદ રામ મંદિરનું ચિત્ર ત્યારબાદ ભગવાન રામનો ફોટો અને સૌથી નીચે હનુમાનજીનું ચિત્ર બનાવવામાં આવ્યું છે. આ પોસ્ટર સાત મીટરથી લઈને 21 મીટર ઊંચાઈ સુધીના બનાવવામાં આવી રહ્યા છે.