અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે દેશના અલગ અલગ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે મહારાષ્ટ્રમાં સાર્વજનિક રજાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે કેટલાક રાજ્યમાં સરકારી ઓફિસમાં અડધા દિવસનું કામકાજ થશે. 22 જાન્યુઆરી માટે ભારતીય રિઝર્વ બેન્ક એ પણ મોટી જાહેરાત કરી છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 22 જાન્યુઆરીએ મની માર્કેટ બપોરે 2.30થી સાંજે 5 કલાક સુધી જ ખુલશે. મહત્ત્વપૂર્ણ છે કે મની માર્કેટનો શેર બજાર સાથે કોઇ સંબંધ નથી. શેર માર્કેટના સમયમાં થતા બદલાવની જાહેરાત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા કરવામાં આવે છે. દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટી પણ 22 જાન્યુઆરીએ અડધા દિવસ માટે બંધ રહેશે.