અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સમાપ્ત થયા બાદ ભારતીય જનતા પાર્ટી 23મી જાન્યુઆરીથી આગામી લોકસભા ચૂંટણીની રંગમાં રંગાવા લાગ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહ લોકસભા ચૂંટણી ગાંધીનગર બેઠક પરથી લડશે તેવો સી.આર પાટીલે સંકેત આપ્યો છે.
ગાંધીનગર લોકસભા બેઠક માટે ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનનો કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પાટીલે કહ્યું કે, અમિત શાહની લોકસભા કાર્યાલયનું ઉદ્ધાટન એટલે રાજકીય નિષ્ણાતોમાં ચર્ચા થવા લાગી છે કે, અમિત શાહ ફરીથી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.
ગુજરાતમાં ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી માટે એક્શન મોડમાં જોવા મળી રહી છે અને ભાજપના નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે ત્યારે આજે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી માટે ગાંધીનગર સહિત રાજ્યના 26 કાર્યાલયનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો જીતી છે.





