ભગવાન રામના ભક્તો રામલલાની એક ઝલક મેળવવા માટે એટલા તલપાપડ હતા કે સુરક્ષા બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. આ દરમિયાન એક વાનર કોઈપણ રીતે ભગવાન રામના દર્શન કરવા માટે ભગવાન રામના ગર્ભગૃહ સુધી પહોંચી ગયું હતું.
પોલીસકર્મીઓએ તેને રોકવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વાનરને જાણે ભગવાન રામના દર્શન કરવાની તલબ લાગી હોય તેમ તે કોઈપણ પોલીસકર્મીના હાથમાં આવ્યો નહિ અને સીધો ભગવાન રામના ગર્ભગૃહમાં પહોંચી ગયો હતો. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જણાવ્યું હતું કે મંગળવારે સાંજે લગભગ 5.50 વાગ્યે રામલલાના ગર્ભગૃહમાં એક વાનર જોવા મળ્યો હતો. આ વાનર પ્ર3ણ પ્રતિષ્ઠા મહોત્સવને દિવસે લગભગ 5:50 સમયે એક વાનર દક્ષિણ દરવાજાથી ગર્ભગૃહમાં પ્રવેશ્યો અને મૂર્તિની નજીક પહોંચી ગયો હતો. સુરક્ષાકર્મીઓએ વાનરને જોયો અને તેમને વિચાર્યું કે તે મૂર્તિને કંઈ નુકસાન કરશે આથી તેઓ તેને પકડવા માટે દોડ્યા હતા. પરંતુ આશ્ર્ચર્યની વાત એ છે કે વાનર એકદમ શાંતિથી બીજા દરવાજાથી બહાર નીકળી ગયો હતો.