મુંબઈના રામ મંદિર વિસ્તારમાં આવેલા અસ્મી ઈન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આ ઔદ્યોગિક સંકુલમાં ડીઝલના વેરહાઉસ અને ભંગારની દુકાનો આવેલી છે. જ્યાં આગ લાગી તે જગ્યાની નજીક રામ મંદિર બ્રિજ છે, જે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને એસવી રોડને જોડે છે. આ આગ કેવી રીતે લાગી, તેની પાછળના કારણો હજુ જાણી શકાયા નથી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા ગોરેગાંવમાં એક હાઈરાઈઝ ઈમારતમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.