શાળા સંચાલકો પાસેથી તોડપાણી કરનાર શખ્સ આખરે પોલીસના સંકજામાં આવ્યો છે, સુરત સ્કૂલ સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ શખ્સની ઓળખ મહેન્દ્ર પટેલ તરીકે થઈ છે. મળતા અહેવાલ પ્રમાણે મહેન્દ્ર પટેલ સ્કૂલની મંજૂરી વિશે આરટીઆઈ કરી માહિતી માંગ્યા પછી તોડપાણી કરતો હતો.
આ શખ્સ સ્કૂલમાં થતા નિયમોના ઉલ્લંઘન બદલ મંજૂરી રદ કરાવવાની ધમકી આપીને રૂપિયા પડાવતો હતો. આખરે સુરતની સ્કૂલના સંચાલકે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી, આ ફરિયાદને આધારે તોડકેસમાં મહેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી. CID ક્રાઈમની પૂછપરછમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
આરોપી પાસેથી 400થી વધુ ફાઈલો મળી આવી હતી, મહેન્દ્ર પટેલે 18 કરતા વધુ શાળઓનો તોડ કર્યો હતો. દક્ષિણ ગુજરાતની 12થી વધુ શાળાઓ તોડ કર્યો હતો. મહેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર સાતમાં વસવાટ કરે છે. તો બીજી તરફ સીઆઇડી ક્રાઇના દરોડાથી શિક્ષણ વિભાગમાં પણ દોડધામ મચી ગઈ હતી.