28 જાન્યુઆરીની સાંજે ગાંધીનગરના ગિફ્ટસિટીમાં 69મો ફિલ્મફેર અવૉર્ડ યોજાયો . રેડ કાર્પેટ પર એક પછી એક સ્ટાર્સ આવ્યા. રેડ કાર્પેટ પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, પરંતુ ગુજરાતી કલાકારો ઉપરાંત સ્પોર્ટ્સ પર્સન પણ જોવા મળ્યા. ગુજરાતના મંત્રીઓ પણ આ અવૉર્ડ શોમાં જોવા મળ્યા હતા.
69મા ફિલ્મફેર એવોર્ડના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. બોક્સ ઓફિસની જેમ રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિધુ વિનોદ ચોપરાની ’12મી ફેલ’ એ એવોર્ડ સમારોહમાં પ્રભુત્વ જમાવ્યું હતું. ફિલ્મ ’12મી ફેલ’ને ચાર કેટેગરીમાં એવોર્ડ મળ્યા છે. જ્યારે ‘એનિમલ’ ત્રણ એવોર્ડ જીતી ચૂકી છે
’12મી ફેલ’ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ મળ્યો છે. આ શ્રેણીમાં ‘જવાન’, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’, ‘ઓહ માય ગોડ 2’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટ ફિલ્મોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિક્રાંત મેસીની આ ફિલ્મ પહેલાથી જ ચારેબાજુથી ઘણી પ્રશંસા મેળવી ચૂકી છે અને હવે તેના નામમાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 2024માં ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી છે.ટે નોમિનેશન મળ્યું હતું. જો કે વિધુ વિનોદ ચોપરા આ કેટેગરીમાં જીત મેળવી છે.
શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ રણબીર કપૂરને ‘એનિમલ’ માટે મળ્યો છે. તેના ટક્કરમાં શાહરૂખ ખાન, રણવીર સિંહ, સની દેઓલ અને વિકી કૌશલ હતા. શાહરૂખને તેની 2 ફિલ્મો ‘ડંકી’ અને ‘જવાન’ માટે નોમિનેશન મળ્યું હતું. આ કેટેગરીમાં વિકીને ફિલ્મ ‘સામ બહાદુર’ માટે અને રણવીરને ‘રોકી ઔર રાની…’ માટે નોમિનેશન મળ્યું હતું. બીજી તરફ સનીને ‘ગદર 2’ માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા.
આલિયા ભટ્ટને ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ મળ્યો છે. આ કેટેગરીમાં રાની મુખર્જી, ભૂમિ પેડનેકર, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી અને તાપસી પન્નુને નોમિનેશન મળ્યું હતું.
વિનર લિસ્ટ
બેસ્ટ લિરિક્સઃ અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે, ઝરા હટકે, ઝરા બચકે)
બેસ્ટ મ્યૂઝિક આલ્બમઃ એનિમલ
બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ): શિલ્પા રાવ (બેશરમ રંગ… પઠાન)
બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ): ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી…એનિમલ)
બેસ્ટ સ્ટોરીઃ અમિત રાય (OMG 2), દેવાશિષ મખીજા (જોરમ)
બેસ્ટ ડાયલૉગ્સઃ ઈશિતા મોઇત્રા (રૉકી ઔર રાની કી પ્રેમ કહાની)
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ વિધુ વિનોદ ચોપરા (12th ફેઇલ)
આર. ડી. બર્મન અવૉર્ડ ફોર અપકમિંગ મ્યૂઝિક ટેલેન્ટઃ શ્રેયસ (એનિમલ)
બેસ્ટ ડાયરેક્ટર: વિધુ વિનોદ ચોપરા (12 ફેલ)
બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ: રાની મુખરજી (મિસેસ ચેટર્જી વર્સિસ નોર્વે)
સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ડાયરેક્ટર: તરૂણ ધુધેજા (ધક ધક ગર્લ)
સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ ફિમેલ: અલીજેહ અગ્નિહોત્રી (ફેરી)
સર્વશ્રેષ્ઠ ડેબ્યૂ મેલ: આદિત્ય રાવલ (ફરાજ)
લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ: ડેવિડ ધવન
બેસ્ટ એક્ટ્રેસ: આલિયા ભટ્ટ (રોકી ઔર રાની કી પ્રેમ કહાની)
સર્વશ્રેષ્ઠ એક્ટર: રણબીર કપૂર (એનિમલ)






