કેન્દ્ર સરકારે બજેટ પહેલા મોટી જાહેરાત કરી છે. વાત જાણે એમ છે કે, મોબાઈલ ફોન બનાવવામાં વપરાતી વસ્તુઓની આયાત પર ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર હવે તેની આયાત પર 10 ટકા ડ્યૂટી લગાવવામાં આવશે. અગાઉ તેના પર 15 ટકા ડ્યૂટી ચૂકવવી પડતી હતી, એટલે કે ડ્યૂટીમાં 33 ટકાથી વધુનો સીધો ઘટાડો થયો છે. આ ઘટકોમાં બેટરી એન્ક્લોઝર, પ્રાથમિક લેન્સ, પાછળના કવર તેમજ પ્લાસ્ટિક અને મેટલના બનેલા ઘણા યાંત્રિક ઘટકોનો સમાવેશ થાય છે. 5નું બજેટ રજૂ કરશે.
કેન્દ્ર સરકાર દ્વારા આયાત જકાત ઘટાડવાના લીધેલા નિર્ણયથી મોબાઈલ ફોન ક્ષેત્રને ઘણો ફાયદો થશે. આનાથી માત્ર આ ક્ષેત્રને પ્રગતિ કરવામાં મદદ મળશે નહીં પરંતુ વૈશ્વિક બજારમાં સ્પર્ધા પણ વધશે. આ મહિનાની શરૂઆતમાં એક ન્યૂઝ એજન્સી ખુલાસો કર્યો હતો કે, કેન્દ્ર સરકાર પ્રીમિયમ મોબાઈલ ફોન બનાવવા માટે વપરાતી સામગ્રી પર આયાત ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે. સરકારના આ નિર્ણયથી એપલ જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે અને નિકાસ પણ વધી શકે છે.
12 ઘટકો પરની ડ્યુટી ઘટાડવાની હિમાયત
એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મોબાઈલ ઈન્ડસ્ટ્રી લગભગ 12 ઘટકો પરની ડ્યુટી ઘટાડવાની હિમાયત કરી રહી છે જેથી ભારતમાં સ્માર્ટફોન બનાવવાની કિંમત ઘટાડી શકાય. આ સિવાય ચીન અને વિયેતનામ જેવા પાડોશી હરીફ દેશો સામે વધુ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવાની આ માંગ છે. નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મોબાઈલ ફોનનું ઉત્પાદન વધારવા માટે મોબાઈલ કેમેરા ફોનના કેટલાક ઘટકો પર 2.5 ટકા કસ્ટમ ડ્યુટી હટાવી દીધી હતી.