સુરત જિલ્લાના ઓલપાડમાં મુસ્લિમ યુવકનીગત તારીખ 25 જાન્યુઆરીની રાત્રે ઘાતકી હત્યા કરવામાં આવી હતી. પોલીસે વિવિધ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતાં. જેમાં ચાર આરોપી ઝડપાઈ ગયાં હતાં. પોલીસે આરોપીઓને સાથે રાખીને હત્યામાં વપરાયેલ હથિયાર શોધવા તાપી નદીમાં શોધખોળ ફાયરબ્રિગેડની મદદથી આદરી છે.
પોલીસે હત્યાના બે આરોપી મહારાષ્ટ્ર અને બે સુરતના પલસાણા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતાં. ચાર આરોપી પૈક્કી એક બાળ કિશોર પણ ઝડપાયો હતાં. મુખ્ય આરોપી સુરતના રાંદેરનો ઇસ્માઇલ ઉર્ફ ઇસ્માઇલ ઘોડાવાળા શેખ છે. મૃતક અંજાર શેખ અને મુખ્ય આરોપી ધંધામાં ભાગીદાર હતાં. મૃતક હત્યારા ઇસ્માઇલને પોતાનો ગુરુ માનતો હતો. જમીન અને પૈસાની લેતીદેતીમાં ઇસ્માઇલે અંજારની હત્યા કરવા સોપારી આપી હતી. આરોપી હત્યા બાદ હથિયાર સુરત તાપી નદીમાં નાખ્યા હતા. ઓલપાડ પોલીસ આરોપી સાથે કેબલ બ્રિજ પર પહોંચી હતી. જ્યાં ફાયર વિભાગ મદદ આરોપી નદીમાં નાખેલ હથિયાર ની શોધ ખોળ શરૂ કરી હતી.