એક્ટ્રેસ પૂનમ પાંડેના અચાનક નિધનથી દરેક કોઇ ચોકી ગયું છે. દરેક વિચારી રહ્યાં છે કે આવું અચાનક કેવી રીતે બની શકે. પૂનમ પાંડેને સર્વાઇકલ કેન્સર હોવાની વાત પણ સામે આવી છે. એક્ટ્રેસ પૂનમ પાંડેના મેનેજરે સોશિયલ મીડિયા પર આસમાચારની પૃષ્ટી કરી છે. આટલી નાની ઉંમરમાં એક્ટ્રેસનું દુનિયા છોડીને જતા રહેવાથી દરેક કોઇ ચોકી ગયું છે. પૂનમ પાંડેના મોતના સમાચાર આવ્યા પરંતુ તેની ડેડ બોડી ક્યાં છે? અત્યાર સુધી પૂનમ પાંડેની ડેડ બોડીની કઇ ખબર પડી નથી.
પૂનમ પાંડે મુંબઇના લોખંડવાલાના જે વિસ્તારમાં રહેતી હતી તે બિલ્ડિંગના પાર્કમાં કોઇ પણ તેના નિધનના સવાલનો જવાબ આપવા માટે તૈયાર નથી. આટલું જ નહીં, મુંબઇના વર્લીમાં રહેતી પૂનમ પાંડેની બહેનનો મોબાઇલ ફોન પણ બંધ છે. શુક્રવાર સવારે પૂનમ પાંડેના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ હેન્ડલથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પૂનમના મેનેજરે કરી હતી. જેમાં લખ્યુ છે કે સર્વાઇકલ કેન્સરને કારણે પૂનમનું મોત થયું છે. તે બાદ કેટલાક ફેન્સે તેની પોસ્ટ પર કોમેન્ટ કરતા લખ્યુ કે, તેમણે આશા છે કે આ કોઇ ફેક ન્યૂઝ કે મજાક નથી. જોકે, આ વચ્ચે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક એક્ટ્રેસે પૂનમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય તેની માતાનો ફોન પણ બંધ છે.
પૂનમના ડ્રાઇવરે જણાવ્યું, ‘કાલ સાંજ સુધી તે બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં હતી અને અચાનક ક્યાક બહાર જતી રહી હતી. પૂનમના એક મિત્રનું કહેવું છે કે તે લાંબા સમયથી બ્રેન ટ્યૂમરથી પીડિત હતી અને આજે સવારે 7 વાગ્યે કાનપુરમાં તેનું નિધન થયું હતું. બીજી તરફ પૂનમના કથિત એક્સ બૉયફ્રેન્ડ બિપિન હેડેકરનું કહેવું છે કે પૂનમને કઇ થયું નથી.’