Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વાઇટ પેપર- બ્લેક પેપર : રાજકારણમાં ‘પેપર-યુદ્ધ’

ભારત વિકસેલું રાષ્ટ્ર બનવાની દિશામાં પ્રગતિપંથે: શ્વેતપત્ર , કૉંગ્રેસે મોદી સરકારની ‘નિષ્ફળતાઓ’ પર ‘અશ્વેતપત્ર’ બહાર પાડ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-02-09 11:42:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરકારે અર્થતંત્ર અંગે ગુરુવારે બહાર પાડેલા શ્ર્વેતપત્રમાં દાવો કર્યો હતો કે એનડીએ સરકાર અગાઉની યુપીએ સરકારે નહિ ઉકેલેલા વિવિધ પડકારનો સામનો કરવામાં સફળ રહી છે અને દેશના ઝડપી આર્થિક વિકાસ માટે અમુક ‘આકરા નિર્ણય’ લેવાયા હતા. ભારતને વિકસેલું રાષ્ટ્ર બનાવવાની દિશામાં પ્રગતિપંથે મૂકવામાં સફળતા મેળવી છે.
કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કરેલા ‘ભારતીય અર્થતંત્ર અંગેના શ્ર્વેતપત્ર’ના ૫૯ પાનાંમાં જણાવાયું હતું કે મોદી સરકાર ૨૦૧૪માં સત્તા પર આવી ત્યારે દેશની આર્થિક હાલત નબળી હતી અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. ‘આર્થિક કટોકટી’ ઊભી થઇ હતી. મોદી સરકારે દેશની આર્થિક સ્થિતિ સુધારવા અમુક આકરા નિર્ણય લેવા પડ્યા હતા. શ્ર્વેતપત્રમાં જણાવાયું હતું કે અગાઉની યુપીએ સરકારે એનડીએ સરકારને દેશનું અર્થતંત્ર બહુ ખરાબ સ્થિતિમાં સોંપ્યું હતું, પરંતુ મોદી સરકારે યોગ્ય દિશામાં વિવિધ નિર્ણય લઇને દેશનો આર્થિક વિકાસ ઝડપી બનાવ્યો છે. અમારી સરકારે દેશના સ્થિર અને ઝડપી વિકાસનો પાયો નાખીને રાજકીય સ્થિરતા પણ આણી છે.જણાવ્યું હતું કે અમને અગાઉની સરકારે નહિ ઉકેલેલા આર્થિક અને અન્ય પડકારનો સામનો કરવામાં મળેલી સફળતાનો સંતોષ છે.
શ્ર્વેતપત્રમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતને ૨૦૪૭ સુધીમાં વિકસેલું રાષ્ટ્ર બનાવવાનું છે. હાલમાં અમારો ‘કર્તવ્ય કાળ’ ચાલે છે. દેશને વિકસેલું બનાવવા માટે ‘લાંબી મજલ કાપવાની છે અને ડુંગરા ચઢવાના છે.’
કૉંગ્રેસે મોદી સરકારની “નિષ્ફળતાઓ ને પ્રકાશિત કરવા માટે “બ્લેક પેપર (અશ્ર્વેત પત્ર) બહાર પાડ્યું હતું અને આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ૧૦ વર્ષ “અન્યાય નો સમયગાળો રહ્યો છે. ૨૦૧૪ પહેલાના અર્થતંત્રના “દુરાચાર પર સરકારના સંસદમાં ’વ્હાઈટ પેપર’ રજૂ કરવા અગાઊ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર વિરુદ્ધ ‘૧૦ સાલ અન્યાય કાલ’ શીર્ષકવાળી ૫૪ પાનાની “ચાર્જશીટ બહાર પાડી હતી.
ખડગેએ અહીં તેમના નિવાસસ્થાને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “જ્યારે પણ વડા પ્રધાન (નરેન્દ્ર) મોદી સંસદમાં તેમના વિચારો રજૂ કરે છે, ત્યારે તેઓ તેમની નિષ્ફળતા છૂપાવે છે. તે જ સમયે, જ્યારે અમે સરકારની નિષ્ફળતાઓ વિશે વાત કરીએ છીએ, ત્યારે તેને મહત્વ આપવામાં આવતું નથી. તેથી, અમે અશ્ર્વેત પત્ર લાવવાનું વિચાર્યું અને એ રીતે જનતાને સરકારની નિષ્ફળતાઓ વિશે જણાવીશું.
કૉંગ્રેસ દેશને ઉત્તર અને દક્ષિણમાં વિભાજિત કરવા માટે એક વાર્તા રચી રહી હોવાના તેમના દાવા અંગે વડા પ્રધાન મોદી પર તીક્ષ્ણ પ્રહાર કરતાં ખડગેએ કહ્યું કે જેઓ બીજાઓ પર દેશના વિભાજન અને પ્રાદેશિકવાદનો ખોટો આરોપ લગાવે છે, તેઓ પોતાના જૂઠ્ઠાણાઓ યાદ પણ નથી રાખતા.
ખડગેએ જણાવ્યું હતું કે “મોદીજી, તમે જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તમે યુપીએ સરકાર સાથે ગુજરાતના ટેક્સ અધિકારોની વાત કરતા હતા. ત્યારે તમે કહ્યું હતું કે રાજ્યોને ૫૦ ટકા ટેક્સ મળવો જોઈએ. તમે એમ પણ કહ્યું હતું કે ગુજરાતના લોકો ૪,૮૬,૦૦ કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવે છે અને માત્ર અઢી ટકા જ પરત મેળવે છે . ખડગેએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે દેશમાં “લોકશાહી માટે ખતરો છે અને ભાજપ પર ચૂંટાયેલી સરકારોને તોડી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.

Tags: indian politicspaper warwhite paper vs black paper
Previous Post

લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા અનેક પ્રૉજેક્ટ હાથ ધરાશે

Next Post

મોદી સરકારના ‘શ્વેત પત્ર’ પર આજે લોકસભામાં ચર્ચા

dharmendravaghela

dharmendravaghela

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
મોદી સરકારના ‘શ્વેત પત્ર’ પર આજે લોકસભામાં ચર્ચા

મોદી સરકારના ‘શ્વેત પત્ર’ પર આજે લોકસભામાં ચર્ચા

ભારતની જીત પર બાંગ્લાદેશી ચાહકોએ મહિલા ટીમ પર કર્યો પથ્થરમારો

ભારતની જીત પર બાંગ્લાદેશી ચાહકોએ મહિલા ટીમ પર કર્યો પથ્થરમારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.