અંકલેશ્વર GIDCમાં આવેલી પેકેજીંગ કંપનીમાં ભીષણ આગ લાગી છે જેને પગલે કંપનીમાં અફરાતફરી મચી છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધૂમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. આગની ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડતી થઈ છે.
અંકલેશ્વર GIDCમાં આવેલી જૈન પેકેજીંગ કંપનીમાં ભયાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે, તેના ધુમાડા પાંચ કિલોમીટર સુધી જોવા મળ્યા છે. આ કંપનીમાં લાકડાના બેલેટ બનાવવામાં આવે છે. આગની જાણ થતાં જ અંકલેશ્વર, પાનોલી સહિતના ફાયર ફાયટરો આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં લાગી ગયા છે. આજે વહેલી સવારે આ ભયનાક આગ ભભૂકી ઉઠી હતી.
અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હજુ પણ આગ યથાવત છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતાની સાથે જ જીપીસીબી એસડીએમ DISH ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.