ભારતને કૂટનીતિક જીત મળી છે. કતારે આઠ ભારતીય પૂર્વ નૌ સૈનિકોને છોડી મુક્યા છે. તે જાસૂસીના આરોપોનો સામનો કરી રહ્યાં હતા, તેમણે મોતની સજા સંભળાવવામાં આવી હતી. ભારતના અનુરોધ પર તેમની સજાને કતારના અમીરે પહેલા જ ઓછી કરી દીધી હતી અને આજીવન કેદમાં બદલી નાખી હતી. હવે વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેમણે છોડવામાં આવ્યા છે અને તેમાંથી સાત પૂર્વ નૌસૈનિક ભારત પણ પરત ફર્યા છે.
કતારમાં જે 8 પૂર્વ નૌસેના અધિકારીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ આઠ નૌસેના અધિાકારી- કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગ્નાકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સેલર ગણેશ છે.
કતારની ઇન્ટેલિજન્સ એજન્સી સ્ટેટ સિક્યુરિટી બ્યૂરોએ ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને 30 ઓગસ્ટ 2022માં ધરપકડ કરી હતી. જોકે, ભારતીય દૂતાવાસને સપ્ટેમ્બરના મધ્યમાં પ્રથમ વખત તેમની ધરપકડ વિશે જણાવવામાં આવ્યું હતું. 30 સપ્ટેમ્બરે આ ભારતીયોને પોતાના પરિવારના સભ્યો સાથે થોડી વાર માટે ટેલીફોન પર વાત કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પ્રથમ વખત કૉન્સુલર એક્સેસ 3 ઓક્ટોબરે ધરપકડના એક મહિના પછી આપવામાં આવ્યું હતું. બીજુ કૉન્સુલર એક્સેસ ડિસેમ્બરમાં આપવામાં આવ્યો હતો.
કતારની કોર્ટમાં જે આઠ ભારતીય નાગરિકોના મોતનો સામનો કરવો પડી રહ્યો છે તેમણે રાહત આપવામાં આવી છે. આઠ ભારતીયમાં એવા અધિકારી સામેલ છે જેમણે ભારતીય નૌસેનામાં ફ્રંટલાઇન વોરશિપ પર કામ કર્યું છે. 26 ઓક્ટોબરે કતારની કોર્ટે આ આઠ લોકોને ફાંસીની સજા ફટકારી છે. સજા પહેલા તેમણે કોઇ કેસમાં એક વર્ષ સુધી કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું કે આ લોકો પર જાસુસીના આરોપ હતા.